હરિવંદના કોલેજ દ્વારા આયોજિત ભવ્ય વેલકમ ફંક્શન "રંગરાગ - 2025" માં રાજકોટની સંસ્કૃતિને ઉજાગર કરતું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ નાટકમાં રાજકોટના ઇતિહાસ તથા વર્તમાનની વાતોને આવરી લેવામાં આવી હતી. રાજકોટના સ્થાપક તથા શાસકથી માંડીને રાણીમા - રૂડીમા, હેમુ ગઢવી, અમૃત ઘાયલ વગેરે જેવા વિભૂતિઓના કિસ્સાઓ દ્વારા આજની પેઢીને રાજકોટના વર્તમાનની સાથે સાથે રાજકોટના ભવ્ય ઇતિહાસથી પણ વાકેફ કરાવવામાં આવી હતી. આ નાટકને વધુ સુંદર અને રસપ્રદ બનાવવા માટે આપણા ભાતીગળ નૃત્યોની સાથે અર્વાચીન નૃત્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
એકંદરે, આ સ્વાગત સમારંભમાં કલા પ્રદર્શનની સાથે સાથે સંસ્કૃતિનું આરાધન પણ કરવામાં આવ્યું હતું.