હરિવંદના કોલેજમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ માટે તા. ૨૪/૦૧/૨૦૨૦ થી તા. ૨૮/૦૧/૨૦૨૦ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાર્ટીપ્લોટમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું. આ ટુર્નામેન્ટમાં કુલ ૨૪ જેટલી વિવિધ ટીમએ ભાગ લીધો હતો. ચાર દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટમાં દ્વિતીય વર્ષ બીબીએની ટીમ વિજેતા બની હતી તેમજ એલએલબીની ટીમ રનર્સ અપ થઈ હતી. આ પ્રસંગે રિબડા સ્ટેટ શ્રી સત્યજીતસિંહ જાડેજા હાજર રહ્યા હતાં અને તેઓએ વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપી તેઓને પ્રોત્સાહિત કર્યા હતાં.