Student Corner



માસ્ટર ડીગ્રી સેમેસ્ટર – ૧ ના વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ માટેની સૂચના યાદી (૨૫-૧૧-૨૦૨૩)

આથી માસ્ટર ડિગ્રી સેમેસ્ટર-૧ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે આપનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ કાર્યરત છે. જે અનુસાર તમામ વિદ્યાર્થીઓને જણાવવાંનું કે આપના સેમેસ્ટર-૧ ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનાર પરીક્ષા માટેના પરીક્ષા ફોર્મ ભરવા માટેનું સમય પત્રક નીચે મુજબ છે.

ફી માટેની સૂચના યાદી – ૧ (૨૩-૧૧-૨૦૨૩)

આથી તમામ અભ્યાસક્રમોના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે આપનું દ્વિતિય શૈક્ષણિક સત્ર તા. ૨૩-૧૧-૨૦૨૩, ગુરૂવાર થી રાબેતા મુજબ શરૂ થયેલ છે. આથી જે વિદ્યાર્થીઓની દ્વિતિય સત્રની ફી ભરવાની બાકી હોય તે તમામ વિદ્યાર્થીઓને તા. ૩૦-૧૧-૨૦૨૩, ગુરૂવાર સુધીમાં ફી ભરવા માટે ખાસ વિનંતી કરવામાં આવે છે. જે માટેની સૂચના અંગેની ફાઇલ આ સાથે pdf માં આપને મોકલાવીએ છીએ.

MYSY સ્કૉલરશિપ રિન્યૂઅલ વેરિફિકેશન માટેની સૂચના 23-11-2023

આથી હરિવંદના કોલેજના વિવિધ અભ્યાસક્રમોના SY તથા TY માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને જણાવવાનું કે MYSY (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) યોજના હેઠળ ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન ઓનલાઇન રિન્યૂઅલ અરજી કરેલ વિદ્યાર્થીઑ માટે વેરિફિકેશન પ્રક્રિયા તા. ૩૦-૧૧-૨૦૨૩, ગુરુવાર સુધી કરવામાં આવનાર છે. જે માટેની સૂચના અંગેની ફાઇલ આ સાથે pdf માં આપને મોકલાવીએ છીએ.

MYSY રિન્યૂઅલ વેરિફિકેશન માટેની માર્ગદર્શિકા 06-10-2023

MYSY વેરિફિકેશન માટે આવતા વિદ્યાર્થીઓએ આ સાથે અપલોડ કરેલ PDF મુજબ માર્ગદર્શિકામાં આપેલ સૂચના ખાસ વાંચવી.

MYSY સ્કૉલરશિપ રિન્યૂઅલ વેરિફિકેશન માટેની સૂચના 06-10-2023

આથી હરિવંદના કોલેજના વિવિધ અભ્યાસક્રમોના SY તથા TY માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને જણાવવાનું કે MYSY (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) યોજના હેઠળ ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન ઓનલાઇન રિન્યૂઅલ અરજી કરેલ વિદ્યાર્થીઑ માટે વેરિફિકેશન પ્રક્રિયા તા. ૦૭-૧૦-૨૦૨૩, શનિવાર થી શરૂ કરવામાં આવનાર છે. જે અંગેની સૂચના આ સાથે pdf ફાઇલમાં જોડેલ છે. સૌ વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે વેરિફિકેશન માટે આવતા પહેલા સૂચના ખાસ વાંચવી.

MYSY સ્કૉલરશિપ રિન્યૂઅલ અરજી માટે ડોક્યુમેન્ટ્સ અંગે સૂચના 20-09-2023

આથી હરિવંદના કોલેજના વિવિધ અભ્યાસક્રમોના SY તથા TY માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને જણાવવાનું કે MYSY (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) યોજના હેઠળ રિન્યૂઅલ અરજી કરવા માટે કોલેજ દ્વારા લેવામાં આવેલ સેમિનારમાં આપેલ માહિતી મુજબ રિન્યૂઅલ અરજી કરવા માટે કોલેજ તરફથી આપવામાં આવનાર ડોક્યુમેંટ્સ (રિન્યૂઅલ સર્ટિફિકેટ, ફી અંગેનો પત્ર તથા રેવન્યુ સ્ટેમ્પ લગાવેલ ફી રીસિપ્ટ) લઈ જવા માટેનું સમયપત્રક આ સાથે મોકલાવીએ છીએ. આ માટેની PDF ફાઇલ અચૂક વાંચશો.

રક્ષાબંધન તથા જન્માષ્ટમી પર્વ નિમિત્તે રજા અંગેની સૂચના

આથી હરિવંદના કોલેજના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આવતીકાલ તા. ૩૦-૦૮-૨૦૨૩,બુધવારના રોજ રક્ષાબંધનના પર્વ નિમિત્તે રજા જાહેર કરવામાં આવે છે. સાથો સાથ આવતા દિવસોમાં જન્માષ્ટમીનો પર્વ હોઈ તા. ૩૧-૦૮-૨૦૨૩, ગુરુવાર થી ૦૯-૦૯-૨૦૨૩,શનિવાર સુધી જન્માષ્ટમીના પર્વ સબબ રજાઓ જાહેર કરવામાં આવે છે. તા. ૧૧-૦૯-૨૦૨૩,સોમવારથી તમામ અભ્યાસક્રમોના તમામ વિદ્યાર્થીઑ માટે શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ચાલુ રહેશે. જેની સૌ વિદ્યાર્થીઑ નોંધ લેશો. રક્ષાબંધન તથા જન્માષ્ટમીના પર્વની સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઑ. આ પર્વ આપ સૌ વિદ્યાર્થીઑના જીવનમાં નવચેતના પ્રગટાવે તેવી અભ્યર્થના સહ...

SEMESTER-3 ના વિદ્યાર્થીઑ માટે પરીક્ષા ફોર્મની સૂચના

આથી તમામ સેમેસ્ટર-૩ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે આપનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ કાર્યરત છે. જે અનુસાર તમામ વિદ્યાર્થીઓને જણાવવાંનું કે આપના સેમેસ્ટર-૩ ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનાર પરીક્ષા માટેના પરીક્ષા ફોર્મ ભરવા માટેનું સમય પત્રક નીચે મુજબ છે.

SEMESTER-5 ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફોર્મ ની સૂચના

આથી તમામ સેમેસ્ટર-૫ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે આપનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ કાર્યરત છે. જે અનુસાર તમામ વિદ્યાર્થીઓને જણાવાંનું કે આપના સેમેસ્ટર-૫ ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનાર પરીક્ષા માટેના પરીક્ષા ફોર્મ ભરવા માટેનું સમય પત્રક આ સાથેની PDF ફાઇલમાં મોકલાવીએ છીએ. જે અંગે સૌ સેમેસ્ટર-5 ના વિદ્યાર્થીઑ નોંધ લેશો.

શ્રમયોગી કલ્યાણ બોર્ડ અંતર્ગત સ્કૉલરશિપ અરજી માટેની સૂચના-2

આથી હરિવંદના કોલેજના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમિકોના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શિક્ષણ સહાય આપવામાં આવે છે. અગાઉના વર્ષમાં સહાય મેળવેલ વિદ્યાર્થીઓએ ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી સહાય મેળવવવા માટે શ્રમયોગી કલ્યાણ બોર્ડના ઓનલાઇન પોર્ટલ sanman.gujarat.gov.in પર નિયત સમયમાં અરજી કરવાની રહે છે. આ અરજી કરવા માટે જરૂરી નમૂના મુજબનું બોનફાઇડ સર્ટિફિકેટ શિક્ષણ સહાય માટેની અરજી કરવા ઇચ્છુક વિદ્યાર્થીઑએ નીચે દર્શાવેલ સમયપત્રક મુજબ કોલેજ પરથી રૂબરૂમાં લઈ જવાનું રહેશે. જે માટેનું સમય પત્રક તથા સૂચના આ સાથે મોકલાવેલ pdf ફાઇલમાં મોકલવીએ છીએ.