Student Corner



પરિધાન ફેશન શો – ૨૦૨૪ અંતર્ગત કોલેજમાં રજા બાબત સૂચના 15-02-2024

આથી હરિવંદના કોલેજ ખાતે તમામ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને જણાવવાનું કે આવતીકાલ તા. ૧૬-૦૨-૨૦૨૪, શુક્રવારના રોજ હરિવંદના કોલેજ વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતી તમામ દીકરીઓ માટે પરિધાન ફેશન શો – ૨૦૨૪ નું પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રાજકોટ ખાતે સવારે ૦૯:૦૦ થી બપોરે ૦૩:૦૦ કલાક સુધી સુદ્રઢ આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત હરિવંદના કોલેજના તમામ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતાં દીકરાઓને શૈક્ષણિક કાર્યમાં રજા જાહેર કરવામાં આવે છે. તા. ૧૭-૦૨-૨૦૨૪, શનિવારથી તમામ અભ્યાસક્રમોના તમામ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ રહેશે. જેની સૌ વિદ્યાર્થીઓ નોંધ લેશો. ખાસ નોંધ: હરિવંદના કોલેજ દ્વારા આયોજિત પરિધાન ફેશન શો -૨૦૨૪ અંતર્ગત કાર્યક્રમમાં ભાગ લીધેલ (રજિસ્ટ્રેશન કરાવેલ) તમામ દીકરીઓએ નિયત સમય તથા સ્થળે હાજર રહેવું ફરજિયાત છે. પરિધાન ફેશન શો -૨૦૨૪માં હાજર ન રહેલ દીકરીના ઘરે તેમની ગેરહાજરી અંગેની જાણ મેસેજ દ્વારા અચૂક કરવામાં આવશે. જેની સૌ દીકરીઓ ખાસ નોંધ લેશો.

દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ માટેની સૂચના યાદી 03-02-2024

આથી હરિવંદના કોલેજના વિવિધ અભ્યાસક્રમોના દ્વિતીય વર્ષ (બેચલર ડિગ્રીના તમામ સેમેસ્ટર-4 તથા માસ્ટર ડિગ્રીના તમામ સેમેસ્ટર-2) માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઑના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનાર પરીક્ષા માટેના પરીક્ષા ફોર્મ ભરવા માટેનું સમયપત્રક નીચે મુજબ છે.

અંતિમ વર્ષના વિદ્યાર્થીઓના પરીક્ષા તથા ડિગ્રી ફોર્મ માટેની સૂચના યાદી 09-01-2024

આથી હરિવંદના કોલેજના વિવિધ અભ્યાસક્રમોના અંતિમ વર્ષ (બેચલર ડિગ્રીના તમામ સેમેસ્ટર-6 તથા માસ્ટર ડિગ્રીના તમામ સેમેસ્ટર-4) માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઑના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનાર પરીક્ષા માટેના પરીક્ષા ફોર્મ તથા ડિગ્રી ફોર્મ ભરવા માટેનું સમયપત્રક નીચે મુજબ છે.

વર્ષ 2024ને ઉત્સાહભેર આવકારવા માટેની સૂચના ૩0-12-2023

આથી હરિવંદના કોલેજના તમામ અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને જણાવવાનું કે વર્ષ ૨૦૨૪ને હર્ષભેર આવકારવા માટે DAY CELEBRATION-2024 નું એક દિવસીય આગામી તા. ૦૧-૦૧-૨૦૨૪, સોમવારના રોજ વૈવિધ્યસભર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નીચે દર્શાવેલ થીમ મુજબ DAY CELEBRATION-2024 ની ઉજવણી આપણે સૌ સાથે મળીને કરીશું. વધુ વિગતો માટે આ સાથે મોકલવામાં આવેલ pdf ફાઇલ અચૂક વાંચશો.

MYSY & NSP ફ્રેશ અને રિન્યૂઅલ અરજી વેરિફિકેશન માટેની અંતિમ સૂચના

આથી હરિવંદના કોલેજના તમામ અભ્યાસક્રમોના પ્રથમ તથા બીજા તથા ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જણાવવાનું કે અગાઉ મોકલાવેલ સૂચના અનુસાર નેશનલ સ્કૉલરશિપ પોર્ટલ (NSP) અને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) માં ફ્રેશ તથા રિન્યૂઅલ અરજી કરતાં વિદ્યાર્થીઓને મોકલવામાં આવેલ સૂચના-૧ અનુસાર તા. ૩૦-૧૧-૨૦૨૩ સુધીમાં અને સૂચના-૨ અનુસાર તા. ૧૧-૧૨-૨૦૨૩ સુધીમાં ફ્રેશ અને રિન્યૂઅલ અરજી નિયત ફોર્મની પ્રિન્ટ તથા જરૂરી તમામ ડોક્યુમેંટ્સની સ્વ-પ્રમાણિત નકલ સાથે વેરિફિકેશન પૂર્ણ કરવા જાણ કરવામાં આવેલ. જે બાબતે વિવિધ પોર્ટલ પર અરજીઓના ઘસારા તથા વિદ્યાર્થીઑના હિતને ધ્યાને લઈ નેશનલ સ્કૉલરશિપ પોર્ટલ (NSP) અને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) માં ફ્રેશ અને રિન્યૂઅલ અરજી કરતાં વિદ્યાર્થીઓ માટે ફ્રેશ અને રિન્યૂઅલ અરજી નિયત ફોર્મની પ્રિન્ટ તથા જરૂરી તમામ ડોક્યુમેંટ્સની સ્વ-પ્રમાણિત નકલ સાથે વેરિફિકેશન આગામી તારીખ ૨૬-૧૨-૨૦૨૩, મંગળવાર સુધીમાં સવારે ૧૦:૦૦ થી ૦૧:૦૦ અને બપોરે ૨:૦૦ થી ૫:૦૦ સુધી પ્રક્રિયા પૂર્ણ કરવા આથી સૌ વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવે છે. ત્યારબાદ કોઈ પણ વિદ્યાર્થીઑ નાં ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

FRESH સ્કૉલરશિપ અરજી માટેની માર્ગદર્શિકા 02-12-2023

પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્કૉલરશિપ માટેની માર્ગદર્શિકા

FRESH સ્કૉલરશિપ અરજી તથા વેરિફિકેશન માટેની સૂચના-૧ 02-12-2023

આથી હરિવંદના કોલેજના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા નેશનલ સ્કૉલરશિપ પોર્ટલ (NSP), મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY), શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમિકોના બાળકોને સિક્ષણ સહાય યોજના તથા પોસ્ટ મેટ્રિક સ્કૉલરશિપ (DIGITAL GUJARAT) પોર્ટલ અંતર્ગત વિવિધ સ્કૉલરશિપ મેળવવા માટે અરજી પ્રક્રિયા શરૂ થયેલ છે. જેની ફાઇલ આ સાથે pdf ફાઇલમાં સામેલ છે.

રિન્યૂઅલ અરજી વેરિફિકેશન માટેની સૂચના-૨ 01-12-2023

આથી હરિવંદના કોલેજના તમામ અભ્યાસક્રમોના બીજા તથા ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જણાવવાનું કે અગાઉ મોકલાવેલ સૂચના અનુસાર નેશનલ સ્કૉલરશિપ પોર્ટલ (NSP), મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) તથા પોસ્ટ મેટ્રિક સ્કૉલરશિપ (DIGITAL GUJARAT) માં રિન્યૂઅલ અરજી કરતાં વિદ્યાર્થીઓને મોકલવામાં આવેલ સૂચના અનુસાર તા. ૩૦-૧૧-૨૦૨૩ સુધીમાં રિન્યૂઅલ અરજી નિયત ફોર્મની પ્રિન્ટ તથા જરૂરી તમામ ડોક્યુમેંટ્સની સ્વ-પ્રમાણિત નકલ સાથે વેરિફિકેશન પૂર્ણ કરવા જાણ કરવામાં આવેલ. જે બાબતે વિવિધ પોર્ટલ પર અરજીઓના ઘસારા તથા વિદ્યાર્થીઑના હિતને ધ્યાને લઈ નેશનલ સ્કૉલરશિપ પોર્ટલ (NSP), મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) તથા પોસ્ટ મેટ્રિક સ્કૉલરશિપ (DIGITAL GUJARAT) માં રિન્યૂઅલ અરજી કરતાં વિદ્યાર્થીઓ માટે રિન્યૂઅલ અરજી નિયત ફોર્મની પ્રિન્ટ તથા જરૂરી તમામ ડોક્યુમેંટ્સની સ્વ-પ્રમાણિત નકલ સાથે વેરિફિકેશન આગામી તારીખ ૧૧-૧૨-૨૦૨૩, સોમવાર સુધીમાં સવારે ૧૦:૦૦ થી ૦૧:૦૦ અને બપોરે ૨:૦૦ થી ૫:૦૦ સુધી પ્રક્રિયા પૂર્ણ કરવા આથી સૌ વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવે છે.

ડિજિટલ ગુજરાત પોર્ટલ અંતર્ગત સ્કૉલરશિપ અરજી માટેની સૂચના (24-11-2023)

આથી હરિવંદના કોલેજના SC, ST, OBC તથા NTDNT ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત અંતર્ગત વિવિધ શિક્ષણ સહાય આપવામાં આવે છે. આ સહાય મેળવવા માટે વિદ્યાર્થીએ https://digitalgujarat.gov.in પર અરજી કરવાની રહે છે. પોર્ટલ પર તમામ ડોક્યુમેંટ્સ અપલોડ કરી, એપ્લિકેશન લોક કરી, અરજી ફોર્મની પ્રિન્ટ નીચે જણાવેલ તમામ ડોક્યુમેંટ્સની ઝેરોક્ષ વિદ્યાર્થીએ સહી કરી તા. ૩૦-૧૧-૨૦૨૩, ગુરુવાર સુધીમાં વેરિફિકેશન માટે કોલેજના રીસેપ્શન વિભાગમાં સવારે ૧૦:૩૦ થી ૦૧:૦૦ અને બપોરે ૨:૦૦ થી ૫:૦૦ સુધીમાં આપી જવાનું રહેશે.

નેશનલ સ્કૉલરશિપ પોર્ટલ અંતર્ગત રિન્યૂઅલ અરજી માટેની સૂચના (૨૩-૧૧-૨૦૨૩)

આથી હરિવંદના કોલેજના બીજા તથા ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે સરકાર દ્વારા નેશનલ સ્કૉલરશિપ અંતર્ગત વિવિધ શિક્ષણ સહાય આપવામાં આવે છે. આ સહાય મેળવવા માટે વિદ્યાર્થીએ https://scholarships.gov.in/ પર રિન્યૂઅલ અરજી કરવાની રહે છે. પોર્ટલ પર તમામ ડોક્યુમેંટ્સ અપલોડ કરી, એપ્લિકેશન લોક કરી, અરજી ફોર્મની પ્રિન્ટ નીચે જણાવેલ તમામ ડોક્યુમેંટ્સની ઝેરોક્ષ વિદ્યાર્થીએ સહી કરી તા. ૩૦-૧૧-૨૦૨૩, ગુરુવાર સુધીમાં વેરિફિકેશન માટે કોલેજના એડમીન વિભાગમાં સવારે ૧૦:૩૦ થી ૦૧:૦૦ અને બપોરે ૨:૦૦ થી ૫:૦૦ સુધીમાં આપી જવાનું રહેશે.